Ahmedabad Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ છે. દુર્ઘટનાને લઈને 50થી વધુ મુદ્દાની તપાસ હાથ ધરાઈ છે. દિલ્હી એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધીના તમામ ગ્રાઉન્ડ સ્ટાફની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સમગ્ર કેસમાં NIAની કામગીરી મહત્વની રહેશે તેમજ બ્રિટિશ હાઈ કમિશનની ટીમનો પણ સમાવેશ થશે.

