
અમદાવાદમાં કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવવા જઇ રહ્યું છે. આ પહેલા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઇ હતી જેને કારણે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટરને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં વિલંબ થયો હતો.
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની અફવા
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની અફવા મળતા જ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ચાર્ટરને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની પરવાનગી મળી નહતી. જોકે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તપાસ કરવામાં આવતા આ એક અફવા સાબિત થઇ હતી તે બાદ કોંગ્રેસના નેતાઓના ચાર્ટરને ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટ ચેક કરતા કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.