Home / Gujarat / Ahmedabad : Bumrah's surprise visit to Coldplay's concert

કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહની સરપ્રાઇઝ વિઝિટ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહની સરપ્રાઇઝ વિઝિટ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રવિવારે (26 જાન્યુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બીજા શૉમાં હાજરી આપી હતી. પીઠની ઇજાને કારણે હાલમાં ભારતીય ટીમની બહાર રહેલા બુમરાહ કોન્સર્ટમાં ખૂબ જ મસ્તી કરતો જોવો મળ્યો હતો. કોલ્ડપ્લેમાં બુમરાહે સરપ્રાઇઝ આપી હતી. તે કોલ્ડપ્લેના કોન્સર્ટમાં અચાનક આવી પહોંચ્યો હતો. આ દરમિયાન કોલ્ડપ્લેના કોન્સર્ટમાં હાજર બુમરાહ માટે ક્રિસ માર્ટિને ખાસ પંક્તિ ગાઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

બ્રિટિશ બેન્ડે ભારતીય ફાસ્ટ બોલરને સમર્પિત બે પંક્તિઓ ગાઈ હતી. ક્રિસ માર્ટિને કહ્યું કે, 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર! બેસ્ટ બોલર ઈન ક્રિકેટ વર્લ્ડ'. બેન્ડે મજાકમાં કહ્યું કે, 'તમે જ્યારે એક બાદ એક ઈંગ્લેન્ડની વિકેટ લો છો ત્યારે ગમતું નથી.'

બુમરાહના સન્માનમાં સ્ટેજ પર તેની સહી કરેલી ટેસ્ટ જર્સી પણ બતાવી

કોલ્ડપ્લેએ અમદાવાદમાં તેના હોમ ગ્રાઉન્ડ પર બુમરાહના સન્માનમાં સ્ટેજ પર તેની સહી કરેલી ટેસ્ટ જર્સી પણ બતાવી હતી. ભારતમાં કોલ્ડપ્લેએ તેમના કોન્સર્ટમાં બુમરાહનો ઉલ્લેખ કર્યો હોય તેવું આ પહેલી વાર નહોતું. અગાઉ, મુંબઈ શો દરમિયાન, બેન્ડે 2024ની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડની બેટિંગ લાઇન-અપમાં બુમરાહનો દોડતો વીડિયો વગાડ્યો હતો.


Icon