Home / Gujarat / Ahmedabad : Compounder, the killer of the elderly mother-son double murder case, sentenced to death

અમદાવાદ: વૃદ્ધ માતા-પુત્રના ડબલ મર્ડર કેસમાં હત્યારા પ્રેમી કમ્પાઉન્ડરને ફાંસીની સજા, મહિલા સાથે હતો અનૈતિક સંબંધ

અમદાવાદ: વૃદ્ધ માતા-પુત્રના ડબલ મર્ડર કેસમાં હત્યારા પ્રેમી કમ્પાઉન્ડરને ફાંસીની સજા, મહિલા સાથે હતો અનૈતિક સંબંધ

અમદાવાદમાં પરિણિત સ્ત્રી સાથેના આડા સંબંધમાં આડખીલીરૂપ તેના પતિ અને તેની વૃદ્ધ માતાને કુહાડીના ઘા ઝીંકી અત્યંત કમાકમાટીભરી હત્યા કરવાના ઓઢવના ચકચારભર્યા ડબલ મર્ડર કેસમાં એડિશનલ જજ ભરત જાદવે એક અસાધરણ ચુકાદા મારફતે ઓઢવની શ્રીરામ હોસ્પિટલના આરોપી કમ્પાઉન્ડર બળદેવ બુધાજી ધૂળાજી ચૌહાણ (ઠાકોર)ને ફાંસીની આકરી સજા ફટકારી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિપુલભાઈ તેમની વૃદ્ધ માતા કંચનબહેન, પત્ની સુજાતાબેને અને દિકરી વૈષ્ણવી સાથે રહેતા

વિપુલભાઈ તેમની વૃદ્ધ માતા કંચનબહેન, પત્ની સુજાતાબેને અને દિકરી વૈષ્ણવી સાથે રહેતા હતા. દરમ્યાન તારીખ 6-6-2017ના રોજ સવારે 7.57 મિનિટે ફરિયાદી દિવ્યેશભાઈના ઓઢવવાળા મકાનના પાડોશીનો તેમની પર ફોન આવ્યો હતો કે તમારા મકાનમાંથી ભયંકર દુર્ગંધ આવે છે, તેથી તેઓ ત્યાં પહોંચ્યા હતા.

બીજી બાજુ તે પહેલાં કોઈએ પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ ત્યાં આવી ગઈ હતી. મકાનનો દરવાજો ધક્કો મારીને ખોલીને બધાએ જોયું તો લોહીના ખાબોચિયામાં પોલીથીનના થેલામાં અને સાડીમાં વીંટાળેલ હાલતમાં બે લાશ પડી હતી, આબન્ને મૃતદેહો ફલી ગયેલી અને સડી ગયેલી સ્થિતિમાં હતા. 

આ મારા ભાઈ વિપુલ અને માતા કંચનન બહેનની 

ત્યાં મૃતકના શખ્સે ઓળખીને કહ્યું કે આ મારા ભાઈ વિપુલ અને માતા કંચનન બહેનની છે. આ બનાવ અંગે ઓઢવ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

આરોપીએ અદાવત રાખીને વૃદ્ધ માતા અને પુત્રની હત્યા કરી 

આરોપી બળદેવ બુધાજી ચૌહાણ અને સુજાતા વચ્ચેના સબંધની મહિલાના સાસુને અને પતિને થઈ ગઈ હતી. આ કારણે સુજાતાને પિયર મોકલી દીધી હતી. આ બાબતની અદાવત રાખીને 3-6-2017ના રોજ આરોપી બળદેવ વૃદ્ધ કંચનબહેન એકલા હતા ત્યારે કુહાડી લઈને પહોંચ્યો અને ઝઘડો કર્યો હતો. 

ઉશ્કેરાઈને લોખંડની કુહાડીથી કંચનબહેનના માથામાં એક પછી એક પાંચ ઘા કરીને હત્યા કરી નાખી હતી.  આરોપી વૃદ્ધાની લાશને સંતાડવા જઈ રહ્યો હતો. ત્યારે રાત્રે આઠ વાગ્યે વિપુલ આવી પહોંચ્યો અને ત્યાં હાજર બળદેવને જોઈને ચોંકી ગયો અને સવાલ કર્યોકે તું અહીં શું કરે છે? મારી માતાના માથામાંથી લોહી કેમ નીકળી છે, ત્યાર બાદ બળદેવે એ જ કુહાડીથી વિપુલના માથામાં ત્રણથી વધુ ઘા મારીને હત્યા કરી નાખી હતી.

Related News

Icon