
Ahmedabdad Plane Crash News: 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. પ્લેનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી ફક્ત એક જ મુસાફર બચી શક્યો હતો. આ ઉપરાંત વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હોવાથી ત્યાં હાજર અનેક લોકોના પણ મોત થયા છે.
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
https://twitter.com/ANI/status/1933864784283246600
દુર્ઘટના અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે, આ ખૂબ મોટી દુર્ઘટના અમદાવાદમાં ઘટી છે. આ ઘટના અમદાવાદના ઇતિહાસમાં કોઈ ભૂલશે નહીં. આ ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ તમામ લોકોને હું શ્રધાંજલિ અર્પણ કરું છું. જે બચી ગયેલ વ્યક્તિ છે તે ચમત્કાર છે અને મોટી વાત છે. આ ઘડીમાં લોકોએ એક થઈને કામ કરવું જોઈએ. આ સમયમાં કોઈએ ક્રેડિટ લેવા ન જવું જોઈએ.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પહોંચ્યા અમદાવાદ
બે દિવસ અગાઉ બનેલી પ્લેન દુર્ઘટનાનો મામલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કરી તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત પરિવાર અને મૃતક પરિવાર સાથે કરી વાતચીત કરી હતી. આતિશી જે સ્થળ પર વિમાન દૂરર્ઘટનાગ્રસ્ત બન્યું હતું તે જગ્યાની પણ મુલાકાત લેશે.