અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને તૈયારીઓનો ધમધમટ જોવા મળી રહ્યો છે.
આઠ અને નવ એપ્રિલે સાબરમતી તટે અધિવેશનનું આયોજન
આગામી આઠ અને નવ એપ્રિલે સાબરમતી તટે અધિવેશનનું આયોજન થયુ છે. જેમાં આઠ એપ્રિલે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી રહેશે હાજર
નવ એપ્રિલે અમદાવાદ સાબરમતી તટે રાષ્ટ્રીય અધિવેશન મળશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, AICCના 200 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે. આ ડેલિગેટ્સ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિશેષ ટીમ સહાય માટે ઉપસ્થિત રહેશે.