Home / Gujarat / Ahmedabad : Congress National Convention to be held in Gujarat on April 8 and 9, various committees appointed

ગુજરાતમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, વિવિધ કમિટીઓની કરાઈ નિમણુંક

ગુજરાતમાં 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, વિવિધ કમિટીઓની કરાઈ નિમણુંક

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે 8 અને 9 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે યોજાનારી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકના અસરકારક સંચાલન માટે વિવિધ સમિતિઓની રચનાના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. જેમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને મોટી જવાબદારી આપવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસમાં ઉત્સવ જેવો માહોલ, ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ અધિવેશનની કામગીરીમાં ઉત્સાહભેર જોડાયા છે. ગુજરાત કોંગ્રેસ યજમાન તરીકે અધિવેશનનો કામગીરી સંભાળી રહી છે ત્યારે ઐતિહાસિક અધિવેશનમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે વિસ્તારપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય ગાંધી- સરદાર સાહેબના રાજ્યમાંઆવનાર સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, નેતાઓ પદાધિકારીઓ આવકારવા ગુજરાત કોંગ્રેસની તડામાર તૈયારી ચાલુ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી કમિટીઓમાં વરિષ્ઠ નેતાઓ સહિત યુવાનોને પણ સ્થાન મળ્યું છે. કોઓર્ડીનેશન કમિટી, મીડિયા કમિટી,પ્રોટોકોલ કમિટી, ફૂડ કમિટી, એકોમોડેશન કમિટી, સ્ટેજ કમિટી સહિતની કમિટીઓ જાહેર કરવામાં આવી છે.

Image

Image

Image

Image

Image

Image

Related News

Icon