
રાજ્યમાં ડ્રગ્સનો પગપેસારો સતત વધતો જઈ રહ્યો છે તેવામાં ન્યાયિક પ્રક્રિયામાં પણ કડક વલણ જોવા મળ્યું. જમ્મુ કાશ્મીરથી અમદાવાદમાં ડ્રગ આપવા આવેલ અને ડ્રગ લેનારને NDPSના ગુનામાં સેશન્સ કોર્ટે કડક સજા ફટકારી છે. આરોપીઓને 10 વર્ષની સકત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ગુજરાતની સસીમાઓમાંથી ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સ ઘૂસાડી યુવાધનને બરબાદ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. તેવામાં જમ્મુ કાશ્મીરથી ડ્રગ્સ આપવા આવેલ અને અમદાવાદમાં ડ્રગ્સ લેનારની પોલીસ ધરપકડ કરી હતી. જેમાં બંને આરોપીઓને NDPSના ગુનામાં સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી. બંને આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ જો દંડની રકમ ન ભારે તો વધુ બે વર્ષ સાદી કેદની સજાની વાત કરવામાં આવી હતી. આજના સમયે ડ્રગ્સ વિરોધી કામગીરીની અત્યંત જરૂરિયાત હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું.