
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જિદાહથી આવેલી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં બોમ્બ હોવાની એક ચિઠ્ઠી મળી આવી હતી. ત્યારે આ ઘટનાની તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચને મહત્ત્વની સફળતા મળી છે. જેમાં આ કેસ પહેલા અગાઉ પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી આપતી ચિઠ્ઠી મળી આવી હતી. આ બંને ચિઠ્ઠીનું લખાણ સરખા હતા અને એક જ વ્યક્તિ દ્વારા જ લખાયેલા હતા. જેના આધારે એક શંકમદ કર્મચારીની અટકાયત કરીને ક્રાઈમબ્રાંચે વધુ પૂછપરછ કરી છે.
ચિઠ્ઠીમાં લખ્યું હતું-'બોમ્બ ઇસ હીયર'
અમદાવાદના આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે (10મી ફેબ્રુઆરી) સવાર સાડા નવ વાગે જિદાહથી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ આવી હતી. ટર્મિનલ નંબર બે પરથી પેસેન્જરોને ઓફલોડ કર્યા બાદ સિક્યોરીટી ચેકિંગના સ્ટાફ દ્વારા ફ્લાઇટમાં તપાસમાં કરવામાં આવી રહી હતી. ત્યારે એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, 'બોમ્બ ઇસ હીયર.' આ ધમકી વાળી ચિઠ્ઠી મળતા બોમ્બ ડીસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતા કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી આવી નહોતી. આ અંગે એરપોર્ટ પોલીસ મથકે ગુનો નોંધીને સમગ્ર કેસની તપાસ ક્રાઈમબ્રાંચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
ઈન્ડિગોની ફ્લાઇટમાં આ અગાઉ પણ આ પેટર્નથી ધમકીની ચિઠ્ઠી મળી
ઈન્ડિગોની ફ્લાઇટમાં આ અગાઉ પણ આ પેટર્નથી ધમકીની ચિઠ્ઠી મળી આવી હતી. જેથી પોલીસે તે સમયે મળી આવેલી ચિઠ્ઠી સાથે બીજા કેસની ચિઠ્ઠી સરખાવતા બંને અક્ષર સરખા હતા. જેથી ધમકી આપવાના કેસમાં કોઈ પેસેન્જરની નહીં પણ સ્ટાફની સંડોવણી હોવાની શક્યતાને આધારે વિમાનના ક્રુ મેમ્બર અને ગ્રાઉન્ડ સ્ટાફના લખાણના નમુના મેળવીને તપાસ કરવામાં આવી હતી. જેમાં એક કર્મચારીની સંડોવણી સામે આવી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાંચે લખાણના નમુના અંગે ફોરેન્સીક રિપોર્ટના આધારે સત્તાવાર ધરપકડ કરશે. બીજી તરફ કર્મચારીની અટકાયત કરીને પુછપરછ કરવામા આવી રહી છે.