
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે વસવાટ કરતી એક બાંગ્લાદેશી મહિલા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે પોલીસે આ મહિલાની અટકાયત પણ કરી છે. આ મહિલા છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં રહેતી હતી અને તેણે બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય નાગરિકત્વના પુરાવા ઉભા કર્યા હતા. આ ઉપરાંત, તેણે એક ભારતીય નાગરિક સાથે લગ્ન કરીને પોતાની ઓળખને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.
4થી 5 દિવસ પહેલા 300થી વધુ ઘુસણખોરોને મોકલ્યા પરત
ભારતના જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પછી સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વિવિધ રાજ્યોમાંથી ઘૂસણખોરોને ઝડપીને પરત મોકલવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાંથી ઝડપાયેલા 300 ઘુસણખોર બાગ્લાદેશીઓને ખાસ વિમાનમાં રવાના કરાયા છે.