
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં વધુ એક નવું કૌભાંડ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કેસમાં ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે PMJAY યોજના કાર્ડ બનાવનું કૌભાંડ સામે આવ્યું હતું. આ કાર્ડ બનાવવા માટે મુખ્ય સુત્રધાર કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની સંડોવણીનો ખુલાસો થયો હતો.
1500થી 2000માં બોગસ PMJAY કાર્ડ બનાવ
આ કાંડમાં અત્યાર સુધી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બન્ને શખ્સો 1500થી 2000માં બોગસ PMJAY કાર્ડ બનાવતા હતા. અને લોકોને ફ્રી ચેકઅપની જાળમાં ફસાવીને ઓપરેશન કરીને સરકારને ચૂનો ચોપડતા હતા.
કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડ માંગે તેવી શક્યતાઓ
ઉલ્લેખનીય છે કે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડ માંગે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ખ્યાતિમાં કેટલાક દર્દીઓના ઓપરેશન થયા પછી ટૂંકાગાળામાં મોત નિપજતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.