
અમદાવાદ એરપોર્ટે પરની ફલાઇટમાં બોમ્બની ધમકીના એક બાદ એક બે બનાવ સામે આવ્યા છે. જેમાં પહેલો બનાવ અમદાવાદ એરપોર્ટથી 11 નવેમ્બર અમદાવાદથી જેદ્દાહ જતી ફ્લાઈટના ટોયલેટમાંથી બોમ્બ હોવાની ચીઠ્ઠી મળી હતી. તો બીજી ઘટનામાં 10 ફેબ્રુઆરી ઈન્ડિગોની જેદ્દાહ અમદાવાદ આવેલી ફ્લાઈટની વિન્ડો પેનલમાં ટીસુ પેપરમાં બોમ્બ ઇઝ રીયલ લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાંથી 18 બાઈકની ચોરી કરનાર 2 શખ્સની બાઈક સહિત કરાઈ ધરપકડ
ત્યારે આ બંન્ને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. આ બંને ગુનાના મૂળ સુધી પોચવા માટે ક્રાઇમબ્રાન્ચ તપાસમાં દરેક કર્મચારી અને ક્રુ મેમ્બરના રાઇટીંગ સેમ્પલ લીધા છે અને બંને ફ્લાઈટના પેસેન્જરની લિસ્ટની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું અનુમાન છે કે, ભયનો માહોલ ઉભો કરવા ચિઠ્ઠી લખી હોવાની સંભાવના છે. બંને વખત ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ચિઠ્ઠી મળી છે, ત્યારે ઇન્ડિગોના સ્ટાફ સહિત પેસેન્જર, ક્રૂ મેમ્બર, ક્લિનિક સ્ટાફ અથવા લોડરે ચિઠ્ઠી મૂકી હોવાની સંભાવનાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે. પોલીસનો દાવો છે કે ટુંક સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવશે.