Home / Gujarat / Ahmedabad : Cybercrime arrests girl who tricked police and security agencies of 11 states

21 સ્થળે બોમ્બની ધમકી બાદ 11 રાજ્યોની પોલીસ પાછળ પડી, અમદાવાદ સાયબર ક્રાઇમે 3 મહિનામાં કેવી રીતે કેસ સોલ્વ કર્યો

21 સ્થળે બોમ્બની ધમકી બાદ 11 રાજ્યોની પોલીસ પાછળ પડી, અમદાવાદ સાયબર ક્રાઇમે 3 મહિનામાં કેવી રીતે કેસ સોલ્વ કર્યો

અમદાવાદમાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ, સ્કૂલ અને સિવિલ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર તેમજ 11 રાજ્યોની પોલીસ અને સુરક્ષા એજન્સીને હંફાવી મુકનાર યુવતીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છેલ્લા ત્રણ મહિનાથી કરેલી સતત મહેનત આખરે રંગ લાવી

નિરક્ષર અને ઓછુ ભણેલા વ્યક્તિઓ કોઈ ગુનો આચરે છે ત્યારે સમાજને ઓછુ નુકસાન પહોંચે છે પરંતુ જયારે પણ વધુ ભણેલા લોકો ક્રાઈમની દુનિયામાં પગ પેસારો કરતા હોય છે ત્યારે સમાજને ઘણું નુકસાન થવાની સંભવાનાઓ સેવાઈ રહેલી હોય છે. છેલ્લા એકાદ વર્ષમાં સમગ્ર દેશના ઘણાખરાં રાજ્યોના શહેરમાં યોજાતી સરકારી ઇવેન્ટ અથવા તો કોઈ રાજકીય જાહેર કાર્યક્રમ કે પછી ક્રિકેટ મેચ જેવી રમતો યોજાતી હોય છે તેવા સમયે બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવા ઈ-મેઈલ મળ્યો હોવાના સમાચાર સામે આવતા હોય છે. આવી ગર્ભિત ધમકીભર્યા ઈ-મેઈલ મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ જાય છે. છેલ્લા એક વર્ષથી આ પ્રકારના મળી રહેલા ઈ-મેઈલના પગલે અમદાવાદ સાયબર ક્રાઈમને સફળતા હાંસલ થઇ છે.

એક તરફી પ્રેમમાં પાગલ યુવતીએ આપી હતી બોમ્બ બ્લાસ્ટની ધમકી

સાયબર ક્રાઈમે તમિલનાડુ રાજ્યના ચેન્નાઈ શહેરની રહેવાસી એવી રેની જોશીલડા નામની યુવતીની ધરપકડ કરી છે. આ મહિલા આરોપી એન્જિનિયરિંગ અને રોબોટિક્સનો અભ્યાસ પૂર્ણ કરીને હાલ MNC કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. આ યુવતી તેની જ ઓફિસમાં કામ કરતા યુવક સાથે એક તરફી પ્રેમમાં પાગલ થઇ ગઈ હતી પરંતુ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા આરોપી રેની જોશીલડા યુવક જોડે બદલો લેવાની ભાવનાથી આ પ્રકારની હરક્તો શરુ કરી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો યુવતીએ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં કર્યો છે. 

અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને મળી સફળતા

છેલ્લા એક મહિનાથી 11 રાજ્યની પોલીસના શ્વાસ અદ્ધર કરી મૂકનારી અને બોમ્બ બ્લાસ્ટના ઈ-મેઈલ મોકલનારી મહિલા આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઈમની કુલ 3 ટીમો સતત બે મહિનાથી ટ્રેકિંગ અને એનાલીસીસની કામગીરીમાં જોતરાયેલી હતી.સોમવારે સફળતા મળતા સાયબર ક્રાઈમે રેની જોશીલડાની ધરપકડ કરી હતી.આરોપીએ ગુજરાતમાં Operation Sindoor,IPLની ફાઈનલ મેચ અને પ્લેન ક્રેશ દુર્ઘટના એમ કુલ 21 મેઇલ કર્યા હતા. જેમાં સરખેજ ખાતે આવેલ જીનીવા લીબરલ સ્કૂલમાં 4 મેઈલ,મોટેરા સ્ટેડિયમમાં 13 મેઈલ અને બોપલની દિવ્ય જ્યોત સ્કૂલમાં 3 મેઈલ કર્યા હતા. જ્યારે પ્લેન ક્રેશની ઘટના સમયે બી જે મેડિકલમાં પણ 1 મેઈલ કર્યો હતો.

આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, બિહાર, કેરાલા, તેલંગાણા,પંજાબ,મધ્યપ્રદેશ,હરિયાણા સહિતના રાજ્યોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યા મેઈલ કર્યા હતા. યુવતીએ અલગ અલગ વર્ચ્યુઅલ નંબર મેળવ્યા હતા અને તેના આધારે સોશિયલ મીડિયા પર બનાવટી એકાઉન્ટ અને મેઇલ એકાઉન્ટ શરૂ કર્યાં હતા. વધુમાં જાણવા મળ્યું છે કે આરોપી યુવતીએ 100થી વધુ વર્ચ્યુઅલ નંબરોના આધારે ઈ-મેઈલ એકાઉન્ટ બનાવ્યા હતા જેના આધારે જુદા-જુદા રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ અંગેના ઈ-મેઈલ કરવામાં આવતા હતા. અત્રે નોંધનીય છે કે આરોપીએ પોતાના પ્રેમી જોડે બદલો લેવા માટે થઈને તેના મોબાઈલ નંબર અને નામ સાથેના ઈ-મેલ પણ કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાઇબર ક્રાઈમની ટેકનીકલ એનાલિસીસ ટીમમાં 12 પોલીસ કર્મીઓ છેલ્લા બે મહિનાથી આવા કેસનોની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી છે.

 

Related News

Icon