Home / Gujarat / Ahmedabad : DRI seizes 3 kg gold at Ahmedabad International Airport

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.35 કરોડના 3 કિલો સોના સાથે એકની ધરપકડ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.35 કરોડના 3 કિલો સોના સાથે એકની ધરપકડ

ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી સોનાની તસ્કરી ઝડપાઇ છે. અમદાવાદ એરપોર્ટ પર 2.35 કરોડના 3 કિલો સોના સાથે એક એક ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. આ સોનું ઇલેક્ટ્રિક મોટરમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અત્યાર સુધીમાં સોનાની દાણચોરી કરતા 24 લોકોની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, એપ્રિલથી નવેમ્બર 2024 દરમિયાન કસ્ટમ વિભાગે 113 કેસ કરીને 63 કિલો સોનું જપ્ત કર્યું છે,  જેમાં આજે પકડાયેલું 3 કિલો સોનું વધુ ઉમેરાયું છે કે જેની આંતરરાષ્ટ્રીય બજારના ભાવ પ્રમાણે કિંમત 45 કરોડથી વધુ  થાય છે. કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરી કરતા 24 લોકોની ધરપકડ કરીને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

કસ્ટમ્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સોનાની દાણચોરી કરનારાં લોકો જાત જાતના નુસખા અજમાવે છે તેથી કસ્ટમ્સ વિભાગે પણ સતર્ક રહેવું પડે છે. એરપોર્ટ ઉપર કસ્ટમના અધિકારીઓએ શંકાસ્પદ પેસેન્જર પર સતત નજર રાખે છે અને જરાક પણ શંકાસ્પદ હિલચાલ લાગે તો તરત તેની જડતી કરાય છે. મોટા ભાગના કિસ્સામાં આવી વ્યક્તિ દાણચોરીના સોના સાથે ઝડપાય છે. 

 

Related News

Icon