
અમદાવાદ NCBએ આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. NCBએ ત્રણ નાઈજિરિયન નાગરિકો સહિત 4ની ધરપકડ કરી છે. આ શખ્સો પાર્સલની હેરફેરની આડમાં ડ્રગ્સનો વેપાર કરતા હતા. આ શખ્સો વિવિધ બ્રાન્ડના મસાલાના પેકેટોમાં ડ્રગ્સની હેરફેર કરતા હતા. મળતા અહેવાલ પ્રમાણે NCBને બાતમી મળી હતી કે કુરિયર દ્વારા આ શખ્સો બે કિલો ક્રેટાઈમાની ડ્રગ્સ અમેરીકા મોકલવામાં આવવાના છે. આ બાતમીના આધારે આ શખ્સોની ધરપકડ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી
ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સંયુક્ત ઓપરેશન કરી આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સોની ધરપકડ કર્ણાટકના બેલ્લાહલ્લી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. ક્રેટામાઈનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટા પાયે માંગ રહેતી હોય છે, તેનો ઉપયોગ ડેટ રેપ ડ્રગ તરીકે પણ થાય છે.
આ પણ વાંચો: અસલી ફેક્ટરીમાં નકલી દવાઓ: અમદાવાદના ચાંગોદરમાંથી ભેળસેળ-નકલી દવાઓ ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ
ક્રેટામાઈન ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો
8 તારીખના રોજ અદનાન ફર્નિચરવાલાની કર્ણાટકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ તપાસમાં સામે આવ્યું કે આ અદનાન નાઈજીરીયન ગેંગના શખ્સો સાથે મળીને આંતરરાષ્ટ્રિય ડ્રગ્સનો વેપાર કરતો હતો. 18 ડિસેમ્બરના રોજ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાંથી ઈમેન્યુઅલ ઈફ, એકલેમે અહેમફુલા જોસેફ અને ઈમેન્યુએલ ઓસાજા સાથે ધરપકડ કરવામાં આવી હતી.