
કસ્ટમ વિભાગના અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે કસ્ટમ વિભાગ દ્વારા અનક્લેમ પાર્સલોનો છેલ્લા કેટલાક સમયથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. જે પાર્સલો અધૂરા સરનામાવાળા છે અથવા તો કોઈ લેવા માટે આવ્યું નથી, એવાં પાર્સલો ઉપરાંત શંકાસ્પદ પાર્સલની પણ તપાસ કરવામાં આવી રહી છે,
500 પાર્સલોને લેવા કોઈ નથી આવ્યું
તપાસમાં બહાર આવ્યું છે કે અંદાજે 500 જેટલા પાર્સલ એવા છે કે કોઈ લેવા માટે આવ્યું નથી અને પાર્સલની ઉપર મોકલનારા સરનામાં કે નામ પણ નથી. આ તમામ પાર્સલ ખોલીને તપાસ કરવામાં આવી રહી છે, અને તેમાંથી સેક્સ ટોય્ઝ, ડ્રગ્સ, પોનોગ્રાફિક મટીરીયલ નિકળી રહ્યા છે.
સેક્સ ટોય કે પોર્નોગ્રાફિક મટીરીયલ ધરાવતાં પાર્સલોમા
કસ્ટમ વિભાગ સેક્સ ટોય કે પોર્નોગ્રાફિક મટીરીયલ ધરાવતાં પાર્સલોના કિસ્સામાં કેસ નોઁધી રહ્યું છે. પણ ડ્રગ્સના કેસોમાં વધારે ગંભીરતાથી હાથ ધરી રહ્યું છે. કસ્ટમ વિભાગે ક્લેઈમ કર્યા વિનાનાં આ પ્રકારના અનેક સંખ્યાબંધ પાર્સલોનો નિકાલ કરવાની ઝુંબેશ હાથ ધરી છે.