AHMEDABAD : અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં એક પોલીસકર્મી દ્વારા જાહેરમાં માર મરાયાની ઘટના બની છે. ધોળકા શહેરના ગુંદરા વિસ્તારની આ ઘટના હોવાનું કહેવાય છે. ધોળકા શહેરમાં રોડ ઉપર એક બાર વર્ષના છોકરાને સીવીલ ડ્રેસમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જાહેરમાં માર મારતાં હતા. આ દરમિયાન એક રાહદારીએ છોકરાને કેમ મારો છો એવું પૂછતા તેમના પર તૂટી પડ્યા હતા.
જણાવી દઈએ કે ધોળકા શહેરમાં ગુંદરા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં અને નશાની હાલતમાં રહેલા પોલીસ કર્મી એક 12 વર્ષના છોકરાને મારતા હતા. ત્યારે બિપીનભાઈ નામના રાહદારી ત્યાંથી એક્ટિવા લઈને પસાર થતા હતા. તેમણએ છોકરાને કેમ મારો છો તેવું પુછતા પોલીસ કર્મી નશાની હાલતમાં બીપીનભાઈને પણ માર મારવા લાગ્યો. બાળક પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હોવાની પણ બાળકે વાત કરી હતી. બિપીન ભાઈ વચ્ચે પડતાં તેમને પણ ધોકા વડે માર્યા હતા. બીપીન ભાઈ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ માટે સારવાર અર્થે દાખલ કરાયા છે.
જણાવી દઈએ કે, પ્રહલાદ ગેટ પોલીસ ચોકીના એક પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં જાહેરમાં લોકોને માર મારે તે કેટલું યોગ્ય છે. ફરિયાદી દ્વારા રાત્રે ધોળકા પોલીસ મથકે પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. અને એસ.પી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.