
ઉદ્યોગો માટે લાલ જાજમ પાથરી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પાછળ કરોડોનું આંધણ કરવામાં આવે છે. હજારો યુવાઓને રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ કડવી હકીકત એ છેકે, વિકસિત રાજ્ય ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. આજેય 2.49 લાખ શિક્ષિત યુવાઓ નોકરી માટે ફાંફા મારી રહ્યા છે.
ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે
અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે શિક્ષિત યુવાનો ઉમટી પડ્યા હતાં. ઉમેદવારોની ભીડ ઉમટતાં હોટેલની રેલિંગ તૂટી ગઇ હતી. આ એજ દર્શાવે છે કે, ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે.
ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ વધી રહ્યો છે
ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કરેલાં આંકડા મુજબ, રાજ્યમાં 29 જિલ્લામાં 2,38,978 શિક્ષિત બેરોજગારો જ્યારે 10,757 અર્ધશિક્ષિત બેરોજગારો નોધાયાં છે. રાજકોટ, ભાવનગર, મહિસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો નોધાયેલાં છે. સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં માત્ર 32 શિક્ષિત યુવાઓને સરકારી નોકરી મળી શકી છે.