
અમદાવાદ શહેરમાં વેપારીને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી 1 લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે. સરદારનગરના વેપારીને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવામાં આવી હતી. વેપારીને વોટ્સએપ કોલ કરીને પત્ની તેમજ પુત્રી ઉપર બળાત્કારની ધમકી આપી હતી. વેપારી પાસેથી ખંડણીખોરે રૂપિયા પડાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સરદાર નગરમાં રહેતા હરેશ મૂળચંદાની નામના વેપારીને વોટ્સએપ પર એક કોલ આવ્યો હતો. જેમાં લોરેન્સ બિશ્નોઈના નામે વેપારીને ધાક ધમકી આપી ખખડાવ્યો હતો. વેપારીને ધમકી આપતા કહ્યું કે, જો રૂપિયા નહીં આપે તો વેપારીની પત્ની અને પુત્રી સાથે બળાત્કાર કરવામાં આવશે. વેપારીએ ખંડણીખોરને 1 લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ હરેશ મૂળચંદાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સરદારનગર પોલીસે બાબા ઉર્ફે સૂરજ ક્રિષ્નાણી અને આકાશ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.