
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. હવે ગુજરાત હાઇકોર્ટના જજનો નકલી પર્સનલ આસિસ્ટન્ટ (P.A) ઝડપાયો છે. અમદાવાદમાં હાઇકોર્ટના અસલી હુકમમાં છેડછાડ કરી છેતરપિંડી કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. હાઇકોર્ટનો બનાવટી હુકમ બનાવી અને હાઇકોર્ટના જજની નકલી ઓળખ આપી હતી.
ગુજરાત હાઇકોર્ટના જજનો નકલી P.A ઝડપાયો
ગુજરાતમાં નકલી ટોલનાકુ, નકલી CBI અધિકારી, નકલી PMO ઓફિસર, નકલી પોલીસ અધિકારી પછી હવે ગુજરાત હાઇકોર્ટના જજનો નકલી P.A ઝડપાયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે.
અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના અસલી હુકમમાં છેડછાડ કરી છેતરપિંડી કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. સ્મિત પંડ્યા નામના શખ્સે હાઇકોર્ટનો હુકમ બનાવી અને હાઇકોર્ટના જજની નકલી ઓળખ આપી હતી. હાઇકોર્ટના ઓર્ડરમાં ભાડુઆતને 31 માર્ચ 2025 સુધીમાં મિલકત ખાલી કરવા હુકમ કર્યો હતો.
સ્મિત પંડ્યાએ હાઇકોર્ટના હુકમમાં ફેરફાર કરતા વર્ષ 2025ના બદલે વર્ષ 2028 કરી સાહેદને ઓર્ડર મોકલ્યો હતો. અરજદાર દ્વારા સ્મિત પંડ્યાએ મોકલેલા ઓર્ડર વકીલને મોકલતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ હાઇકોર્ડના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં સ્મિત પંડ્યા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.