
છેલ્લા કેટલાક સમયથી ફુડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા નકલી ખાદ્યસામગ્રીના ઉત્પાદન કરતી કંપની તથા સ્થળો પર રેડ પાડવામાં આવી રહી છે. અમદાવાદમાં કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરીમાંથી 1500 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. રુપિયા 3 લાખના પનીરના જથ્થાને સીઝ કરી સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પનીર બનાવવા માટે ઉપયોગમાં લેવાથી પામોલીન ઓઇલ, એસિટીક એસિડ વગેરે સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે
આ પણ વાંચો : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયોને લઇને વિમાન અમૃતસર પહોચ્યું, 33 ગુજરાતી;13 બાળકો પણ સામેલ
કુબેર નગર વિસ્તારમાં આવેલ દ્વારકેશ ડેરીને લઈને રાજ્યના ફૂડ વિભાગને ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદને આધારે તંત્ર દ્વારા ચેકિંગ કરી કાર્યવાહી કરી હતી. અવારનવાર ડુપ્લીકેટ પનીરને લઈને ચેકીંગ કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2024માં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 43 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 18 નમુના લેબ પરીક્ષામાં નિષ્ફળ ગયા હતા. ચાલુ વર્ષે એટલે કે 2025માં ત્રણ સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી બે પરીક્ષામાં પાસ થયા છે એકનું રિઝલ્ટ આવવાનું હજુ બાકી છે.