
અમદાવાદ ખાતે શિવાનંદ આશ્રમમાં ભારત રક્ષા મંચની કાર્યકારિણી બેઠકમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ ઉપસ્થિતિ વચ્ચે યોજાઈ હતી. આ કાર્યક્રમના પ્રમુખ પદે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ઘૂસણખોરો અંગે નિવેદન આપ્યું છે. દેશમાંથી ઘુસપેઠીઓને હટાવવાના છે, તેમના કારણે દેશને નુકસાન થઈ રહ્યું છે.
ઘૂસણખોરો માટે દેશમાં કડક કાયદા બને
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ઘૂસણખોરોના કારણે દેશની એકતા, અખંડિતતા અને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. મમતા બેનર્જી અને કોંગ્રેસ સરકારે મત માટે ઘુસ પેઠિયાઓને નાગરિક બનાવ્યા છે. વિપક્ષની વોટ બેંકની રાજનીતિના કારણે દેશને નુકસાન થયું છે. ઘૂસણખોરો માટે દેશમાં કડક કાયદા બને અને તેમને પરત મોકવામાં આવે તે જરૂરી છે.
વિરોધ પક્ષે જ અસામાજિક તત્વોને ઉછેર્યા અને દૂધ પાયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (દાદા)ની બુલડોઝર કાર્યવાહીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વખાણી છે. તેમણે કહ્યું કે, અસામાજિક તત્વોની હિંમત તૂટવી જોઈએ. હિંમતને તોડવા માટે એમના મકાન પર બુલડોઝર ફેરવાય એ જરૂરી છે. વિરોધ પક્ષે જ અસામાજિક તત્વોને ઉછેર્યા અને દૂધ પાયા છે.
32 લાખ મુસ્લિમોને સૌગાત-એ-મોદી આપવાના ભાજપના નિર્ણય અંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભાજપ એન્ટી મુસ્લિમ નથી, અમે પ્રો હિન્દુ છીએ. એન્ટી મુસ્લિમ અમારો અભિગમ રહ્યો નથી. આ દેશની પરંપરા અને સંસ્કૃતિમાં ભાજપનો રોલ સ્પષ્ટ રહ્યો છે. મોદીજી કાયમ કહે છે કે, સબ કા સાથ સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ. ભાજપ સરકારે તમામ યોજનાઓમાં ગરીબ હિન્દુ-મુસ્લિમમાં કોઈ મતભેદ કર્યો નથી.