
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટ મેઘાણીનગરમાં જ ક્રેશ થયાની માહિતી સામે આવી છે. ત્યારે આ દુર્ઘટના કેવી રીતે થઇ તેની પણ પ્રાથમિક માહિતી સૂત્રો દ્વારા મળી છે.
પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી સવાર હતાની શક્યતાઓ
માહિતી મુજબ એર ઈન્ડિયાનું આ વિમાન ટેકઓફ કરવા જતાં પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી સવાર હતાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 1.38 વાગે ટેક ઓફ થઈ હતી. આંખના પલકારામાં બે મિનિટમાં જ વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાયો હતો. જેથી વિમાન બિલ્ડિંગ સાથે ટકરાઈ ક્રેશ થયુ હતું. વિમાન ધડાકાભેર ક્રેશ થતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.