Home / Gujarat / Ahmedabad : Girl commits suicide by jumping from 14th floor

Ahmedabad: યુવતીએ 14મા માળેથી કૂદી કર્યો આપઘાત, બ્લેકમેલ કરતા 2 શખ્સો સામે ફરિયાદ

Ahmedabad: યુવતીએ 14મા માળેથી કૂદી કર્યો આપઘાત, બ્લેકમેલ કરતા 2 શખ્સો સામે ફરિયાદ

Ahmedabad News: અમદાવાદમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં એક રહેણાક ઈમારતના 14મા માળેથી યુવતીએ ઝંપલાવીને આપઘાત કરી લીધો છે. યુવતીને હાર્દિક રબારી અને મોહિત નામના બે યુવકોએ ન્યૂડ વીડિયો બનાવીને હેરાનગતિ કરી હોવાનો મામલો સામે આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતી ઘટના?

ચાંદખેડા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ 14મા માળેથી કૂદીની જીવન ટૂંકાવ્યું છે. આ યુવતીનો તેના પાર્ટનર સાથેના અંગત પળનો વીડિયો તેની સમંતિ વિના વાઈરલ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના મિત્રએ બે યુવકો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે ફરિયાદ દાખલ કરાવી છે.

અંગત વીડિયો કર્યો વાઈરલ

મળતી માહિતી મુજબ. મૃતક યુવતી લાંબા સમય સુધી મોહિત ઉર્ફે મિત્રજ મકવાણા સાથે રિલેશનશિપમાં હતી. શરૂઆતમાં બંનેના અંગત પળનો વીડિયો મોહિતના ફોનમાં ઉતારવામાં આવ્યો અને બાદમાં હાર્દિક રબારી નામના વ્યક્તિએ આ વીડિયો તેના ફોનમાંથી લીધો હતો. 2 જુલાઈની સાંજે મૃતક યુવતીએ પોતાની મહિલા મિત્ર કાજલબહેનને આ વિશે ફોન કરીને જાણ કરી અને કહ્યું કે, મેં મારા વાંધાજનક વીડિયો હાર્દિકના ફોનમાં જોયા છે.

ત્યારબાદ મૃતક યુવતી તેની મિત્ર કાજલ બહેન અને કાજલબહેનના પતિ સાથે વૈષ્ણોદેવી સર્કલ જઈને હાર્દિકને મળવા ગયા હતા. અહીં હાર્દિકે મૃતક યુવતીનો વાંધાજનક વીડિયો ત્રણેયને બતાવ્યો અને ત્યારબાદ મોહિતને મળ્યા અને મોહિતને પણ વીડિયો ડિલીટ કરવાની માંગ કરી. જોકે, મોહિતે શરૂઆતમાં તેનો ઈનકાર કર્યો, ત્યારબાદ મૃતક મહિલાએ પોલીસને ફોન કર્યો અને સમગ્ર ઘટના વિશે જાણ કરી.

યુવતીએ સોનાની ચેઈન પણ ગીરવે મૂકી હતી

હાર્દિક રબારી અને મોહિતે બંનેએ યુવતીનો વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી હતી. મૃતક યુવતીએ મોહિતને રૂપિયા 6000 આપ્યા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મૂકી હતી. વીડિયો ડિલીટ કરવા માટે યુવતી મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ હાજરીમાં વીડિયો ડિલીટ થયા હોવા છતાં યુવતી ફરીથી બ્લેકમેઇલનો શિકાર બની હતી.

14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા

ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરાવીને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું. જોકે, બીજા દિવસે પણ યુવતીન આ વીડિયો વિશે ચિંતા વ્યક્ત કરી રહી હતી. 3 જુલાઈએ તેણે પોતાની મહિલા મિત્રને જાણ કરી કે, તે પોતાના મિત્ર જયરાજ સિંહ સાથે બહાર ફરવા જાય છે અને પરત નહીં ફરે. જોકે, બીજા દિવસે વહેલી સવારે યુવતીએ જયરાજના ઘરે 14માં માળેથી નીચે કૂદી પોતાનું જીવન ટૂંકાવી દીધું.

Related News

Icon