
ગુજરાત કોંગ્રેસના મહામંત્રીની સ્ટેટ CYBER ક્રાઈમે ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજેશ સોનીની સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા મોડી રાત્રે ધરપકડ કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલ દ્વારા પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી છે.
કોંગ્રેસ નેતાએ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોવાની અટકળો
ઓપરેશન સિંદૂરને લઈને તેમની વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટના કારણે આ કાર્યવાહી કરાઈ.ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદૂર સંબંધિત અપમાનજનક અને રાષ્ટ્રવિરોધી પોસ્ટની દેખરેખ રાખી હતી. રાજેશ ટી. સોનીએ ફેસબુક પર ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરી, જે લોકોમાં વિવાદ અને સૈન્યનું મનોબળ તોડનારી હોવાનું માનવામાં આવ્યું.
ફેસબુક પર ઓપરેશન સિંદૂર અંગે વિવાદાસ્પદ પોસ્ટ કરી
રાજ્ય ડીજીપી વિકાસ સહાયના આદેશ પર સાયબર ક્રાઈમ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને સોનીની ધરપકડ કરી હતી. કોંગ્રેસના નેતાની આ ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોય તેવી અટકળો પણ ચર્ચાઈ રહી છે. કેસની વધુ તપાસ સ્ટેટ CYBER ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ સમગ્ર મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના આકરા પ્રહાર
કોંગ્રેસના રાજેશ સોની ધરપકડ મુદ્દે ભાજપના પ્રવકતા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે, તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતા પોસ્ટ સેનાનું મનોબળ તોડવની પોસ્ટ હતી.રાજકીય રીતે વ્યક્તિના વિરોધની વાત હોય પણ સેનાનું મનોબળ તૂટે એવું ક્યારેય ના હોય.નૈતિકતા વિરુદ્ધની પોસ્ટ કોંગ્રેસના નેતા કરી હતી.જે અંગે કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે.કોગ્રેસની શું મજબૂરી છે કે આવા નેતાઓ છાવરે છે.