
અમદાવાદમાં રખડતા ઢોર, ગેરકાયદેસર પાર્કિંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હતી. સાડા છ વર્ષથી કોર્ટના તિરસ્કારની અરજી ચાલી રહી છે પણ હજુ સુધી સુધાર ન થયો હોવાની અરજદારે રજૂઆત કરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં યુવકને આર્થિક લેવડ-દેવડમાં હેરાન કરવાના મામલે PI સહિત 3 પોલીસકર્મી વિરૃદ્ધ ફરિયાદ
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, હવે આ સમસ્યા દૂર થાય તેવું લાગતું નથી. સરકાર હવે આ સમસ્યાને ખૂબ હળવાશથી લઈ રહી છે. તેમજ કેસની સુનાવણી દરમિયાન સરકાર કે કોર્પોરેશન તરફથી કોઈ હાજર ન હોવાની પણ કોર્ટે નોંધ લીધી હતી. આ સાથે પોલીસ કર્મચારીઓ હજુ પણ ટ્રાફિક હળવો કરવાની જગ્યાએ બાજુમાં બેસીને ફોન વાપરતા હોવાની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જેને પગલે, કોર્ટે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જ ફ્રેમ કરવા અધિકારીઓના નામ મંગાવ્યા છે. સરકારી વકીલ પાસે કોઈ માહિતી ન હોવાથી થોડી વાર બાદ સુનાવણી હાથ ધરવામાં આવશે.