
Ahmedabad news: રાજ્યની મોટી એવી ગુજરાત હાઈકોર્ટે 10 વર્ષ કે તેનાથી જૂના ક્રિમીનલ કેસોના નિકાલ માટે એક નવતર અભિગમ હાથ ધર્યો છે. જેમાં આવા કેસોની શનિવારના દિવસે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં 9 ડિવિઝન બેંચ અને 3 સિંગલ જજની બેંચ આ અંગેની સુનાવણી કરશે. જેથી આવતીકાલે શનિવાર હોવાથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવા વર્ષો જૂના 600 જેટલા ક્રિમીનલ કેસો મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે શનિવારના ન્યાયિક કાર્યવાહી થતી નથી, પહેલા અને ત્રીજા શનિવારે રજિસ્ટ્રીનું જ કામકાજ ચાલુ હોય છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટે પડતર રહેલા ક્રિમીનલ કેસોના નિકાલ માટે એક નવતર અભિગમ હાથ ધર્યો છે. જે પ્રમાણે આજથી 10 વર્ષ કે તેનાથી પણ જૂના ક્રિમીનલ કેસો અંગે હવે શનિવારે પણ સુનાવણી કરવામાં આવશે. જેથી કરીને આવા ક્રિમીનલ કેસોનો નિકાલ થાય. આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં કુલ 9 ડિવિઝન બેન્ચ અને 3 સિંગલ જજની બેન્ચ આવા કેસની સુનાવણી કરશે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવા વર્ષો જૂની 600 જેટલી ક્રિમીનલ અપીલો મૂકવામાં આવશે. જેમાં ખંડપીઠ અને સિંગલ જજની બેંચ સમક્ષ 50 જેટલી સૌથી જૂની ક્રિમીનલ અપીલ સુનાવણી માટે મુકાશે. જે આ કેસોની સુનાવણી કરશે. વર્ષ-1995થી 2014 સુધીની કુલ 5627 જેટલી ક્રિમીનલ એક્વિટલ અપીલ ગુજરાત હાઈકોર્ટમા પડતર છે. જેને હવે દર શનિવારે ધીમે ધીમે નિકાલ કરવામાં આવશે. જેથી પડતર કેસોનું ભારણ ઓછું થાય અને જનતાને જલ્દી ન્યાય મળે. 5627 ક્રિમીનલ એક્વિટલ અપીલમાંથી કામકાજના શનિવારે દરેક બેન્ચ સમક્ષ ઓછામાં ઓછી 50 જેટલી અપીલ મુકાશે. સામાન્ય રીતે શનિવારના ન્યાયિક કાર્યવાહી થતી નથી, પહેલા અને ત્રીજા શનિવારે રજિસ્ટ્રીનું જ કામકાજચાલુ હોય છે. પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટમાં આવા કેસોની સુનાવણી થશે.