
ગુજરાતમાંથી હજ યાત્રાની શરૂઆત થઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી હાજીઓની પ્રથમ બેચ મક્કા-મદીના માટે રવાના થઇ હતી. હાજીઓએ હાથમાં ત્રિરંગો રાખી 'હિન્દુસ્તાન જિંદાબાદ'ના નારા લગાવ્યા હતા.
ગુજરાતમાંથી હજ યાત્રાની શરૂઆત
ગુજરાતમાંથી ચાલુ વર્ષે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા પવિત્ર મક્કા-મદિનાની હજયાત્રાએ જનારા હાજીઓની પ્રથમ ફ્લાઇટ સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતેથી રવાના થઇ હતી. આ દરમિયાન જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાજીઓને ફુલોનો ગુલદસ્તા આપીને તેમનું સ્વાગત કર્યું હતું અને દુઆની દરખાસ્ત સાથે તમામ હાજીઓનું સન્માન કર્યું હતું.
ભારતમાં સંવિધાન, ન્યાય, સદભાવના કાયમ રહે, ગુજરાત દેશનું નંબર વન રાજ્ય બની રહે, માનવતા-સદભાવના મજબૂત બને તેમજ અમનોઅમાન, ભાઇચારાનું વાતાવરણ જળવાઇ રહે, ગુજરાતના સર્વાંગી વિકાસની સાથો સાથ આપણો મહાન ભારત દેશ વિશ્વની મહાસત્તા પ્રસ્થાપિત થાય તેવી દુઆ મક્કા મદીનામાં કરવામાં આવશે.