
Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયામાં પ્લેન દુર્ઘટના બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. હોસ્ટિપલમાં તમામ પ્રકારની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે.
જણાવી દઈએ કે,અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં હતા. વિજય રૂપાણી સીટ નંબર 2-D પર બેઠા હતા. ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે. સૂત્રો કહે છે કે વિજય રૂપાણીના પત્ની બ્રિટનમાં હતા. તેમની પત્ની 6 મહિનાથી ત્યાં હતી. વિજય રૂપાણી તેમને પરત લાવવા લંડન જઈ રહ્યા હતા. અમદાવાદમાં ટેકઓફ દરમિયાન વિમાન અકસ્માતનો ભોગ બન્યું.