
અમદાવાદ આરટીઓમાં એક સિરીઝ બેથી અઢી મહિના ચાલે છે. એક સિરિઝમાં 10 હજાર નંબર હોય છે.વાહન માલિકો વ્યક્તિગત ધાર્મિક સામાજિક કે ન્યુમરોલોજી વગેરે માન્યતા ના આધારે તેઓ વાહન માટે ચોક્કસ પ્રકારનો નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખે છે. અને વાહન માલિકો પસંદગીના નંબર માટે લાખો રૂપિયા ખર્ચે છે.
પસંદગીના નંબર માટે વાહન
માલિકે અરજી કરવાની રહે છે. અને જે નંબર માટે અરજી આવ્યા બાદ નંબરની અરાજી થાય છે. સૌથી વધુ રૂપિયા આપે તેને નંબર ફાળવવામાં આવે છે. સિરિઝ ww gj01ની પુરી થઈ છે. જેમાં પસંદગીના નંબર લેવા માટે 870 વાહન માલિકોએ ભાગ લીધો હતા. પસંદગીના નંબરમાં અમદાવાદ આરટીઓને 1 કરોડ 31 લાખની રૂપિયાની આવક થઈ છે. ગોલ્ડ નંબર 7 લાખ 30 હજારમાં હરાજી થઈ છે.
ટોપ-5 નંબર લાખો રૂપિયાની હરાજીમાં ગયા
0007 નંબર 7 લાખ 30 હજારમાં, જ્યારે 9999 નંબર 6 લાખ. 30 હજાર, 0001 નંબર 6 લાખ, 0009 નંબર 5 લાખ 80 હજાર, 0999 નંબર 3 લાખ 20 હજાર, 0011 નંબર 1 લાખ 80 હજાર અને 6000 નંબર 1 લાખ 70 હજારમાં નંબર આપવામાં આવ્યા છે. જેના કારણે અમદાવાદ આરટીઓને એક જ સિરીઝના પસંદગીના નંબરમાં 1 કરોડ 31 લાખ રૂપિયા જંગી આવક થઈ છે. પસંદગીના નંબર માટે વાહન માલિકો એસેસિરીઝ કરતાં પણ વધુ રૂપિયા ખર્ચે છે. અને પોતાના લક્કી નંબર લઈ લેતા હોય છે.