
અમદાવાદ શહેરના ગોઘાવી સ્પોર્ટસ સંકુલ ગ્રાઉન્ડ ખાતે ઘરકંકાસને લીધે પતિએ પોતાની ધર્મપત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
અમદાવાદ શહેરના બોપલના ગોધાવી સ્પોટર્સ સંકુલ ગ્રાઉન્ડ ખાતે વિક્રમ નામના શખ્સે પોતાની પત્ની ગૌરી રાજપૂતની ઘરમાં સતત કંકાસ અને શંકાને લીધે હત્યા કરી હતી. તેમજ આખરે વિક્રમને પણ બીજો કોઈ માર્ગ ન મળતા તેને પણ જીવન ટૂંકાવી દીધું હતું. દંપતી પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ બંને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા. બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.