Home / Gujarat / Ahmedabad : If you have collected properties by corruption,

જો હવે ભ્રષ્ટાચાર કરીને મિલકતો ભેગી કરી છે તો મર્યા સમજો, સરકાર ટૂંક સમયમાં લાવશે સખ્ત કાયદો

જો હવે ભ્રષ્ટાચાર કરીને મિલકતો ભેગી કરી છે તો મર્યા સમજો, સરકાર ટૂંક સમયમાં લાવશે સખ્ત કાયદો

 ગુજરાતમાં ભ્રષ્ટાચાર કે ગુનાના માધ્યમથી એકત્ર કરેલી મિલકતો જપ્ત કરવા રાજ્ય સરકારે નવા કાયદાની તૈયારી કરી છે. આ અંગે વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુ સત્રમાં ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક 2024 રજૂ કરશે. જેમાં ગુનાના ઝડપી ઈન્સાફ અને એકઠી કરેલી સંપત્તિના કેસ અંગે સ્પેશિયલ કોર્ટની રચના કરાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક આવશે

આ વિધેયકના ઉદ્દેશમાં જણાવાયું છે કે, મોટી સંખ્યામાં વ્યક્તિઓ ગુના કરવામાં સામેલ થાય છે અને ગુના કરવાના પરિણામે તેમના કાયદેસરના સ્ત્રોત સિવાયની આવકમાંથી મોટા પ્રમાણમાં મિલકતો એકઠી કરે છે. તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓ વધારવા માટે આવી મિલકત અને તેમાંથી થયેલી આવકનો ઉપયોગ કરવાનો ચાલુ રાખે છે. આ પ્રવૃત્તિમાં ફોજદારી કાર્યરીતિ અને મિલકતની જપ્તીમાં થતાં વિલંબના કારણે આવી વ્યક્તિઓને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની છૂટ મળે છે.

આ કારણથી ફોજદારી કેસની તપાસ સાથે સંકળાયેલી હોવાનું જણાયેલી મિલકતોની ઝડપી જપ્તી માટે એક વિશેષ કોર્ટની રચના કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે રાજ્યની કાનૂની અથવા નૈતિક જવાબદારીને ધ્યાનમાં રાખી આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલી વ્યક્તિ સામે મિલકતોની જપ્તી માટેની કાર્યવાહી કરવા આ કોર્ટ કામ કરશે. આ વિધેયકમાં કોઈ વ્યક્તિએ ગુનો કરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રાપ્ત કરેલી અથવા મેળવેલી કોઈ મિલકતની કુલ કિંમત એક કરોડ રૂપિયા કરતાં વધુ હોય તેવી મિલકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિ, પરિવાર, કંપની, પેઢી, વ્યક્તિઓનું સંગઠન અને અન્ય એજન્સીને લાગુ પડશે.

સ્પેશિયલ કોર્ટની રચના કરાશે

સૂચિત સ્પેશિયલ કોર્ટનું પ્રમુખસ્થાન હાઈકોર્ટની સહમતીથી રાજ્ય સરકાર નામનિયુક્ત કરે તેવા જજ સંભાળશે. આ કોર્ટ તેની સમક્ષ રજૂ કરાયેલા અથવા કલમ-10 હેઠળ તેને તબદીલ કરવામાં આવેલા કેસોની ન્યાયિક નોંધ લેશે અને ઈન્સાફી કાર્યવાહી કરશે. પોલીસ અધિક્ષકના દરજાથી ઉતરતા ન હોય તેવા સબંધિત અધિકારી મારફતે મળેલા તપાસ અધિકારીના રિપોર્ટના આધારે પગલાં લેવાશે. 

વિશેષ કોર્ટ તેના દ્વારા દોષિત ઠરેલી કોઈ વ્યક્તિને જે ગુના માટે તેવી વ્યક્તિ દોષિત ઠરી હોય તે ગુનાની શિક્ષા માટે કાયદા દ્વારા અધિકૃત સજા કરી શકશે. આ કોર્ટના ચૂકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે, પરંતુ વિશેષ કોર્ટના ચૂકાદા, સજા અથવા હુકમ સામે કોઈ કોર્ટમાં અપીલ સુજાઅથવા હુકમસામ કાકાટમ અથવા ફેરવિચારણા માટે અરજી થઇ શકશે નહીં. જો કે તપાસ અધિકારીએ મિકલત જપ્તીની નોટિસ ઈસ્યુ કરવી પડશે. જો જપ્ત કરેલી મિલકતની બજાર કિંમત અધિકૃત અધિકારી પાસે જમા કરાવેલી હોય તો મિલકત જપ્ત કરાશે નહીં.

Related News

Icon