
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મીની બાંગ્લાદેશ વસાવનાર લલ્લા પાઠણ હાલ ફરાર છે, પણ તેનો પુત્ર ફતેહમોહંમદ મહેમુદ ઉર્ફે લલ્લા લાલા મોહમંદ પઠાણને ઝડપીને ક્રાઈમ બ્રાન્ચે પાંચ દિવસના રિમાન્ડ પર મેળ્વ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે કુલ 43 ભાડા કરાર અને 60 ભાડા પહોંચ કબ્જે કરી છે.
લાલા મોહમંદ પઠાણને પોલીસે દબોચ્યો
ઉપરાંત કાવતરાના સુત્રધાર લલા પઠાણ તેનો પુત્ર ફતેમોહમદ પઠાણસ એહમદ શેખ, રેહનાબીબી અફઝલખાન પઠાણ, કુલનુબાનુ મોહમદઅજમલ શાહ સામે તળાવની જમીન પર બનાવેલા ઝૂંપડાને ખોટી રીતે ભાંડા વસૂલી આર્થિક લાભ મેળવવા માટે ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
સરકારી કર્મચારીઓની થશે તપાસ
આ કેસમાં સુત્રધાર મૂળ ઉત્તરપ્રદેશના એટા જિલ્લાના રહિશ અને હાલ દાણીલીમડાની નુરે એહમદી સોસાયટી તેમજ ચંડોળા તળાવના એ વન પાર્કિંગમાં રહેતા લાલા મોહમંદ ઉર્ફે લલ્લા પઠાણ નાસી છૂટ્યો છે. પરંતુ લલ્લા પઠાણના પુત્ર ફતેહમોહંમદ મહેુમદ ઉર્ફે લલ્લા લાલમોહમંદ પઠાણની રાત્રે 10 વાગ્યે ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
ફતેહ મોહંમદ પઠાણ હાલ રિમાન્ડ પર
દલીલો બાદ અદાલતે આરોપી ફતેહ મોહંમદ પઠાણને આગામી તા 5 સુધી કુલ પાંચ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. અદાલત સમક્ષ પોલીસે એ પણ રજુઆત કરી હતી કે ટોરેન્ટ પાવરના કાયદેસરના વીજ નેટવર્કમાંથી અનધિકૃત રીતે વીજ કેબલોનું જોડાણ કરી વીજ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવતાં તપાસ કરવામાં આવી હતી.
43 ભાડાં કરાર અને 60 ભાડા પહોંચ મળી આવી
ગેરકાયદેસર રહેણાંક મકાનોમાં વીજ કનેક્શન આપી તેના બિલોનો દુરૂપયોગ કરતા ફતેહમોહમદ પઠાણના મિલ્લતનગર ઢાળ પાસે આવેલા એ-વન બૂ્રૂસ ટ્રેડર્સ નામના સાવરણીના ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 43 ભાડાં કરાર અને 60 ભાડા પહોંચ મળી આવી હતી.
પોલીસે રિમાન્ડ અરજીમાં એવી શંકા દર્શાવી છે કે આરોપી તથા તેના પિતાની ગેરકાયદેસપર પ્રવતિમાં કોઈ સરકારી અધિકારી, કર્મચારી કે બીજા ઈસમોની સંડોવણી જાણવી જરૂરી હોવાથી પોલીસ કસ્ટડી રીમાન્ડની જરૂર છે.
માલિકીના જગ્યા ન હોવા છતાં ગેરકાયદે મકાન, દુકાન, ગોડાઉન બનાવીને ભાડે આપી હતી. ભાડા કરારમાં લાઈટ બીલની નકલો મુકી હતી. મકાન-દુકાનના કુલ 43 ભાડા કરાર મળી આવ્યા છે,તે તમામ ભાડૂઆતોની આરોપી ફતેહમોહમંદ પઠાણની હાજરીમાં પૂછપરછ જરૂરી છે. આરોપીએ અને તેના પિતાએ બાંગ્લાદેશી ઘુસણખોર નાગરિકોને મકાન ભાડેથી આપ્યા તેના ભાડા કરાર બનાવવા માટે આધારકાર્ડ, પાનકાર્ડનો ઉપયોગ થયો છે તે બનાવવા કોઈ એજન્ટનો સંપર્ક કર્યો હોવાની બાબતે તપાસ કરવામાં આવી છે.