
અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજની સાઇટ પરથી લોખંડની થઈ ચોરી. સાઇટ પરથી લગભગ 3 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનારા બે લોકો સામે નોંધાવાઈ પોલીસ ફરિયાદ.
અમદાવાદના નારોડા વિસ્તારમાં નરોડા પાટિયાથી સુતરના કારખાના સુધી બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. AMC દ્વારા બ્રિજનું કામ રચના કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપ્યો છે. રચના કંસ્ટ્રક્શન દ્વારા બ્રિજની સાઇટ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન સાઈટ ઉપરથી લાખો રૂપિયાના મુદ્દમાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. સાઈટ પરથી 2.94 લાખની લોંખડની રીંગ અને સેટરીંગ પ્લેટ સહિત 3.30 લાખના સામાનની ચોરી કરવામાં આવી હતી. જેને ચિરાગ ઠાકોર અને કાર્તિક ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નરોડા પોલીસ દ્વારા સમગ્ર ઘટના બાબતે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.