
અમદાવાદના આંગણે 64 વર્ષ બાદ આયોજિત થઈ રહેલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં સામેલ થવા એક બાદ એક નેતાઓ અમદાવાદ આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના નેતાઓને આવકારવા માટે કોંગ્રેસ સાંસદ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.કોંગ્રેસના નેતાઓનું અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસ નેતાઓને આવકારવા પહોંચેલા ગેની બહેન ઠાકરે કહ્યું કે, અમદાવાદમાં આયોજિત થનારા અધિવેશનમાં મહત્વના ઠરાવ થશે..અને કોંગ્રેસની સત્તા નહી પણ સેવાની નીતિ લઈને કોંગ્રેસ મેદાને જશે.
ગેનીબેન ઠાકોરે ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
ગેનીબહેન ઠાકોરે રાજ્યમાં વધેલી ગુનાખોરી મુદ્દે ગૃહવિભાગ પર પ્રહાર કર્યા. આક્ષેપ લગાવ્યો કે અત્યાર સુધી અનેક ક્રાઈમ ઘટનાઓમાં રેલો ભાજપ સુધી પહોંચ્યો છે. આરોપીઓને પકડીને જેલભેગા કેમ કરતા નથી તેવો સવાલ કર્યો હતો.
અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની રણનીતિ તૈયાર કરાશે
અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી કોંગ્રેસમાં નવી ઉર્જાનો જાણે સંચાય થયો છે. આ અધિવેશનને લઈને વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું ક, ગાંધી-સરદારની ભૂમિ પર આયોજિત થઈ રહેલા આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની રણનીતિ તૈયાર કરવામાં આવશે. દેશમાં જે પ્રશ્નો છે.તેના પર રોડમેપ તૈયાર કરીને ઠરાવ કરવામાં આવશે..બે દિવસ સુધી અલગ અલગ બેઠકનું આયોજન છે. લોકોના પ્રશ્નોને લઈને ઠરાવ કરવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી આશ્રમ પર પ્રાર્થના સભાનું પણ આયોજન કરાયું છે.
કોંગ્રેસ અધિવેશનને લઈને કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું
કોંગ્રેસ અધિવેશનને લઈને કેલેન્ડર લોન્ચ કરવામાં આવ્યું છે, અમિત ચાવડા- અંગ્રેજો અને રાવણ બંને અભિમાની હતા, સત્તા પર બેઠેલા લોકોનું અભિમાન તૂટશે' પવન ખેરાએ કહ્યું- ગુજરાતમાં 30 વર્ષથી લોકતંત્રનું ગળું દબાવાઈ રહ્યું છે, શક્તિસિંહ બોલ્યા- સરદાર પટેલની લીટી ટૂંકી કરનારને સંદેશ આપીશું.