Home / Gujarat / Ahmedabad : List of 25 injured in London-bound flight crash released

Ahemdabad Plane Crash: લંડન જતી ફ્લાઈટ તૂટી પડતાં 25 જેટલા ઈજાગ્રસ્તોની યાદી જાહેર

Ahemdabad Plane Crash: લંડન જતી ફ્લાઈટ તૂટી પડતાં 25 જેટલા ઈજાગ્રસ્તોની યાદી જાહેર

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું  વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. ત્યારે લંડન જતાં આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું. પ્લેન તૂટી પડતાં 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાં છે. જેમની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

/

દોડધામ મચી ગઈ

242 મુસાફરોને લઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરે ત્યાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે દુર્ઘટનાગ્રસ્ત થતાં અનેક મુસાફરોના મોતની આશંકા સેવાઈ રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.

ફાયર કાફલો રવાના

એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું. જેથી ઘણા ઈજાગ્રસ્ત થયાં હતાં.

 

 

Related News

Icon