અમદાવાદમાં મંગળવારે બપોરે પાનકોરનાકા નજીક રમકડાની દુકાનમાં આગ લાગી હતી. આશરે 3:30 વાગ્યે બનેલી આ ઘટના બાદ આગ પર કાબૂમાં લેવા માટે 18 ફાયર ફાઇટરની ટીમોને તાત્કાલિક મોકલવામાં આવી હતી. આગના બનાવને પગલે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આગ ભીષણ હોવાથી ફાયર બ્રિગેડની ટીમે મેજર કોલ જાહેર કર્યો હતો. જો કે, ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ આગની જાણ કરી હતી, જેમણે પરિસરમાંથી ધૂમાડો નીકળતો જોયો હતો. અમદાવાદ ફાયર અને ઇમરજન્સીની 18 ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા અને તેને નજીકના મથકોમાં ફેલાતી અટકાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જો કે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર વિભાગના એક અધિકારીએ આ અંગે પુષ્ટિ કરી હતી.
મહત્ત્નું છે કે, બે દિવસ અમદાવાદના જીવરાજ પાર્કમાં ઘરમાં બનાવેલ ગૅસના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા બે લોકોનાં મોત થયા હતા. તેમજ વાહનો બળીને ભસ્મીભૂત થયા હતા.