
Ahmedabad news: અમદાવાદ શહેરમાં એકવાર ફરી દબાણ હટાવ અભિયાન ફરી શરૂ કરવામાં આવ્યું છે. એસ.જી.હાઈવે પર આવેલા મકરબા અને અલીફ રો-હાઉસમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં એએમસી તંત્રએ 292 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી સરકારી જમીનનો ખાલી કરાવી હતી. આ તમામ મકાનો કોર્પોરેશનના રિઝર્વ્ડ પ્લોટ અને ટીપી રોડ પર બનાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં એકવાર ફરી એએમસી તંત્રના દબાણ વિભાગ ફરી સરકારી જમીનો પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. જેના ભાગરુપે સરખેજ, મકરબા અને અલીફ રો-હાઉસમાં 292 જેટલા મકાનો પર સરકારી હથોડો વીંઝ્યો હતો. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કામગીરી શરૂ કરી હતી.
આ ઉપરાંત હજી 258 મકાનો અને 28 કોમર્શિયલ ઠ અન્ય મળી 20092 મકાનો દૂર કરવામાં આવશે. કોર્પોરેશનના મકાન માટેના રિઝર્વ પ્લોટ અને સ્કૂલના રિઝર્વ પ્લોટ પર બાંધકામ કરાયા હતા જેને સરકારી દબાણ હટાવ વિભાગે બુલડોઝર ફેરવીને દબાણ હટાવ્યું હતું.