ગુજરાત સહિત દેશભરમાં આગામી 100 દિવસ સુધી ટ્યૂબરક્યુલોસિસ (TB) નિર્મૂલન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ ટી.બી. નિર્મૂલન ઝુંબેશના આ દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જ ટી.બી.ના 2.78 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે 10,389ના મૃત્યુ થયા છે. આ પૈકી આ વર્ષે જ 4413 વ્યક્તિએ ટી.બી. સામે જીવ ગુમાવ્યો છે. આમ, આ વર્ષની સ્થિતિએ પ્રતિ દિવસે 14 વ્યક્તિ ટી.બી. સામે જીવ ગુમાવે છે.

