પહેલગામમાં આતંકી હમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઇ ગઇ છે. અમદાવાદ અને સુરતમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતમાંમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી તેમને પોતાના દેશ પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 450થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી શરદ સિંઘલે કહ્યું, "ગૃહમંત્રી, પોલીસ કમિશનર અને DGPના આદેશ પર ક્રાઇમ બ્રાન્ચે એપ્રિલ 2024થી અત્યાર સુધી 2 FIR નોંધી છે. 127 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે અને 77 લોકોને તેમના વતન પરત મોકલવામાં આવ્યા છે. અમને માહિતી મળી હતી કે ચંડોલા વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહે છે..પોલીસે આજે સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમે અત્યાર સુધીમાં 457 લોકોની અટકાયત કરી છે. પૂછપરછ પછી તેમને દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે."
સુરતમાંથી પણ 100થી વધુ બાંગ્લાદેશીઓ ઝડપાયા
સુરત શહેરમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી અને તમામના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા અને તેમને બાંગ્લાદેશ પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે