
અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. CWC અને રાષ્ટ્રીય અધિવેશન દરમ્યાન યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ વિશેષ ડ્રેસકોડમાં જોવા મળશે. યુથ કોંગ્રેસ અને NSUIની ટીમ માટે રાહુલ ગાંધી ફેમ ટીશર્ટ ડિઝાઈન કરવામાં આવી છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ફોટો વાળી સફેદ ટીશર્ટમાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ 2 દિવસ ખડેપગે રહેશે. મહાત્મા ગાંધી સફેદ વસ્ત્રો પહેરતા અને રાહુલ ગાંધી પણ સફેદ ટી શર્ટ પહેરતા હોવાથી સફેદ ટીશર્ટ ડિઝાઇન કરાઇ છે.
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક અમદાવાદ પહોંચ્યા
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક અમદાવાદ પહોંચ્યા છે તેમજ અધિવેશન લઇ મુકુલ વાસનિકનું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત નહીં પણ દેશની રાજનીતિ માટે મોટો મેસેજ અહીંથી મળશે. દેશ ભરના વિવિધ કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે અને અધિવેશનમાં અનેક પ્રસ્તાવ રજૂ કરાશે. ભાજપ દેશની રાજનીતિને અલગ દિશામાં લઇ ગઇ છે.
સંસદમાં કામ નથી થતું એવી ભ્રમણા ભેળવાઇ રહી છે. મોડી રાત્ર સુધી સાસંદો હાજર રહ્યા અને ચર્ચા કરી હતી. પરંતુ સત્તા પક્ષે ચર્ચામાં નથી માનતી. વિધાનસભા અને સંસદમાં ભાજપ વિશ્વાસ નથી રાખતી. કોંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશન દેશની રાજનીતિની દિશા બદલશે.