Home / Gujarat / Ahmedabad : No help from the United Nations in the investigation into the Ahmedabad plane crash

Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્રની મદદ નહીં લેવાય, ભારતે પ્રસ્તાવ ફગાવ્યો

Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્રની મદદ નહીં લેવાય, ભારતે પ્રસ્તાવ ફગાવ્યો

અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાના AI171 વિમાન દુર્ઘટનાની તપાસ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તપાસ કરનારાને સામેલ કરવાની માંગ ભારતે ફગાવી દીધી છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું કે ભારત તેની પરવાનગી નહીં આપે. કેટલાક સુરક્ષાના જાણકારોએ બ્લેક બોક્સ ડેટાના વિશ્લેષણમાં મોડુ છતા તેની ટીકા કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

UNની રજૂઆતને ભારતે ફગાવી

મહત્ત્વપૂર્ણ છે કે, 12 જૂને અણદાવાદમાં બોઇંગ-787-8 ડ્રીમલાઇન દુર્ઘટનામાં 275 લોકોના મોતની ઘટના બાદ સંયુક્ત રાષ્ટ્ર વિમાન એજન્સીએ તપાસમાં મદદ કરવા માટે ભારતને પોતાની એક તપાસ ટીમને મોકલવાની રજૂઆત કરી હતી.

આ પહેલા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)એ કેટલીક તપાસમાં મદદ કરવા માટે તપાસ કરનારાઓને તૈનાત કર્યા હતા. 2014માં મલેશિયન વિમાન ગાયબ થવાની તપાસ અને પછી 2020માં એક યૂક્રેની જેટલાઇનની તપાસ માટે વખત એજન્સીની મદદ માંગવામાં આવી હતી.

ICAOએ ભારતમાં તપાસ કરનારાઓને સુપરવાઇઝરનો દરજ્જો આપવા કહ્યું હતું પરંતુ ભારતીય અધિકારીઓએ આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. 

બ્લેકબૉક્સમાંથી ડેટા ડાઉનલોડ થયો

ભારતની વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (AAIB)એ તેના પર કોઇ ટિપ્પણી કરી નથી. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે તપાસ કરનારાઓએ દુર્ઘટનાના લગભગ બે અઠવાડિયા બાદ ફ્લાઇટ રેકોર્ડર ડેટા ડાઉનલોડ કરી લીધો છે.

આ પહેલા સુરક્ષાના જાણકારોએ તપાસ વિશે જાણકારીની કમી પર સવાલ પણ ઉઠાવ્યા હતા જેમાં 13 જૂને મળેલા સંયુક્ત બ્લેકબૉક્સની સ્થિતી અને 16 જૂને મળેલા બીજા સેટની સ્થિતી સામેલ હતી.

Related News

Icon