એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ થયાની ગણતરીની મિનિટોમાં જ અચાનક બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે ટકરાઈ હતી. અમદાવાદની આ મોટી ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ આ ઘટના અંગે સત્તાવાર જણાવ્યું કે, અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુઃખદ ઘટનામાં ભારત સરકાર- ગુજરાત સરકાર જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો પ્રત્યે સાંત્વના પાઠવે છે. દુર્ઘટનાની 10મી મિનિટે કેન્દ્ર સરકારમાં જાણ થતાં જ અહીં તમામ અધિકારીઓ સાથે વાત કરી. પીએમ મોદીએ પણ ફોન કરીને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવી સૂચનાઓ આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાહત બચાવ કાર્ય શરૂ કર્યું. 230 પ્રવાસીઓ, અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. એમાંથી 1 પ્રવાસીનો બચાવ થયો છે. જેને હું મળી આવ્યો છું. ડીએનએ પરીક્ષણ બાદ અધિકૃત રીતે સત્તાવાર જાહેરાત થશે. બચાવ થયેલા પ્રવાસીને હું મળીને આવ્યો છું.
https://twitter.com/AHindinews/status/1933197593342857577
રાજ્ય સરકારના તમામ વિભાગોએ સાથે મળીને રાહત બચાવ કાર્ય કર્યું છે. એર ઈન્ડિયાના પ્લેનમાં સવા લાખ લિટર ઈંધણ હતું અને તાપમાન વધી જવાને કારણે કોઈને બચાવવાની તક ના મળી. હું ઘટના સ્થળે જઈને આવ્યો છું. જે પ્રવાસી બચી ગયો તેને પણ મળ્યો છું. બધાને નીકાળવાનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. ડીએનએ સેમ્પલ લેવાની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપી પૂરી થઈ જશે. લગભગ 1 હજારથી વધુ DNA ટેસ્ટ કરવા પડશે. બધા ટેસ્ટ ગુજરાતમાં જ થશે.
https://twitter.com/AHindinews/status/1933200117403721862
જણાવી દઈએ કે, એર ઈન્ડિયાનું પ્લેન જ્યાં ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના 50 ઈન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયાના પણ સમાચાર છે. સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશનરને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર, જે વિમાનની સીટ નંબર 11-A પર બેઠેલા હતા, તે અકસ્માતમાં બચી ગયા હતા. તેમનો વીડિયો પણ સામે આવ્યો છે.
ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, જેમાં 242 લોકો સવાર હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા. પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહિતના નેતાઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.
https://twitter.com/ANI/status/1933185859886411982
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા કરી
અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, મુરલીધર મોહોલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. દુર્ઘટનાસ્થળ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.
https://twitter.com/ANI/status/1933173653287346190
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળ્યા હતા. જેમાં આ વિમાન દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિ સાથે પણ ગૃહમંત્રીએ મુલાકાત કરી હતી.
https://twitter.com/PTI_News/status/1933196918232125897
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળ તથા સિવિલ હોસ્પિટલની મુલાકાત બાત જણાવ્યું છે, કે 'ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા. મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દુર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો. DNA સેમ્પલ લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થશે.'