Home / Gujarat / Ahmedabad : Online registration of pet dogs before May 31st

Ahmedabad news: 31મે પહેલા પાલતું શ્વાનનું ઓનલાઈન કરીલો રજિસ્ટ્રેશન, નહિં તો AMC નળ-ગટરના કનેક્શન કાપી નાખશે

Ahmedabad news: 31મે પહેલા પાલતું શ્વાનનું ઓનલાઈન કરીલો રજિસ્ટ્રેશન, નહિં તો AMC નળ-ગટરના કનેક્શન કાપી નાખશે

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક 4 માસની બાળકી પર પાલતું શ્વાને હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે બાળકીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને શ્વાનના માલિક સામે ગુનો નોંધતાં શ્વાનના માલિક દિલીપ પટેલની ધરપકડ કરાઈ હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

1) સૌપ્રથમ અમદાવાદ મનપાની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જાઓ.

2) ત્યારબાદ વેબસાઈટના હોમ પેજ પર નીચે Important Linksનું સેક્શન હશે.

3) જેમાં એક Pet Dog Registrationનું ઓપ્શન બતાશે, તેના પર ક્લિક કરો.

4) બે ઓપ્શન બતાશે, તેમાં Login for Pet Dog Registration પર જાઓ.

5) જેમાં અરજદારનું નામ, અરજદારનો મોબાઈલ નંબર અને કેપ્ચા સબમીટ કરો. 

6) ત્યારબાદ મોબાઈલ પર OTP આવશે તે એન્ટર કરતા એક લિંક ખુલશે.

7) જેમાં પાલતું શ્વાનના માલિકની ઓળખણના પુરાવા એન્ટર કરો.

8) તેના પછી PAY પર ક્લિક કરીને રૂ.200 રજિસ્ટ્રેશન ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં શ્વાનના માલિક પાલતું શ્વાનનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ત્યારે હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે.

Related News

Icon