
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે ગુજરાત પ્વાસ પર આવી રહ્યા છે. રાહુલ ગાંધી ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે ત્યારે તેમના ચાહકો તથા કોંગ્રેસના નેતા અને કાર્યકરો અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉમટી પડ્યા છે.
https://twitter.com/PTI_News/status/1897882810536370292
રાહુલ ગાંધીની વિઝિટ પર શક્તિસિંહે ગોહિલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સમાજમાં બદલાવ લાવવા ગુજરાતમાં રાહુલ ગાંધીની મુલાકત ખૂબ મહત્વની છે. સામાન્ય લોકોની વાતને કોઈ સાંભળતું નથી. નરેન્દ્ર મોદી જમ્મુ કશ્મીરમાં ગેસ સિલિન્ડર મુશ્લિમ મફત આપવાની ખોટી વાતો કરે છે. એક પોઝિટિવ એજન્ડા સાથે કોગ્રેસ આગળ વધશે. વર્ષો બાદ ગુજરાતમાં મોટી અને મહત્વની બેઠક મળી રહી છે જેમાં એપ્રિલમાં કોંગ્રેસ અધિવેશનની બેઠક મળી રહી છે.
રાહુલ ગાંધી પણ આજે 7 માર્ચથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. રાહુલ આ બે દિવસ દરમિયાન અમદાવાદની હયાતમાં રોકાશે. રાહુલ ગાંધી આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે. જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
શું છે કાર્યક્રમ?
રાહુલ ગાંધી 7 માર્ચ, 2025ના રોજ સવારે 9:30 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પહોંચશે અને 10 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જશે. આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.
જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.