
Ahmedabad News: અમદાવાદ શહેરમાં પ્રિ મોનસુન કામગીરીની નિષ્ફળતાને લઈ વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા તથા ખરાબ રસ્તાની સમસ્યાને લઈ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
કોર્પોરેટરો દ્વારા પાઇપલાઇનનો લઈને વિરોધ કરાયો હતો. હજુ તો ચોમાસાની શરુઆત માંડ થઈ છે તો ભરચોમાસામાં શું હાલત થશે તેવી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મધુમાલતી આવાસ યોજનાની ઘટનાની રજૂઆત કરાઈ હતી. તેમજ ઘી કાંટામાં સ્વીટ બોલના કરંટથી બે દિવસ પહેલા જ એક વ્યક્તિનું મોત થયું હતું જેને પગલે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.