Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં 133 લોકોના મોત થયા હતા. જેમાં 6 ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે. ફક્ત બે લોકો બચ્યા હતા: અશોક અગ્રવાલ અને વિનોદ રેવા શંકર ત્રિપાઠી. એવામાં પ્લેનમાં ગાંધીનગરના 67 વર્ષીય ચૈતન્ય પરીખ સવાર હતા. તેમના સગા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. જો કે, હજુ મૃત્યુના સમાચાર નથી.