
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ડોક્ટરોની ફોટોગ્રાફીના ચયન કરેલા ફોટોગ્રાફનું પ્રદર્શન અમદાવાદ મેડિકલ એસોશિયનના હોલમાં યોજાઈ ગયું. આ પ્રદર્શનમાં ગુજરાતભરના 71 જેટલા ડોક્ટરોએ વાઇલ્ડ લાઈફ, લેન્ડસ્કેપ અને સ્ટ્રિટ ફોટોગ્રાફીના થીમ પર આધારિત 300 જેટલા ફોટોગ્રાફ પ્રદર્શિત કરાયા.
વિશ્વભરમાં લેવાયેલા આ અદભૂત ફોટોને નિહાળવાનો મોટી સંખ્યામાં અમદાવાદના રસિકોએ આનંદ લીધો. ઇન્ડિયન મેડિકલ એસોસિયનના નવા વરાયેલ નેશનલ પ્રેસિડેન્ટ ડો. અનિલભાઈ નાયકે આ પ્રદર્શનને ખૂલ્લું મૂક્યું. અમદાવાદ મેડિકલ એસોસિયાનાના પ્રખુખ ડો મેહુલભાઈ અને એમની ટીમે ખૂબ જ મહેનતપૂર્વક આયોજન કર્યું હતું.
સતત તણાવપૂર્ણ વ્યસ્ત રહેતા ડોક્ટર્સ પ્રકૃતિના ખોળે જઈ હળવા થવાની સાથે સાથે જીવનનો સાત્વિક શોખનો આનંદ લેવા માટે સમય ફાળવે એ ક્વોલિટી લાઈફનું અગત્યનું પાસું છે. કુદરતના અને વન્યજીવની અનન્ય ક્ષણોની યાદોને કચકડે મઢવાની સાથે મળતો અલૌકિક આનંદ એ કોઈ સાધનાથી થતી અદ્વૈત અનુભૂતિ બરાબર છે.
આ પ્રદર્શનમાં ખેરાલુના અલકા હોસ્પિટલના ડો. હર્ષદભાઈના વાઇલ્ડલાઈફ લેન્ડસ્કેપના ફોટા પ્રદર્શિત થયા જેમાં સાઉથ આફ્રિકાના કેન્યા ના મસાઇમારાના દીપડાનો ફોટો, થોળ પક્ષી અભયારણ્યના સ્નેકબર્ડનો ફોટો અને લેહ લડાખના લેન્ડસ્કેપના ફોટા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.