Ahmedabad News: PM નરેન્દ્ર મોદી ટુંક સમયમાં ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન મોદી અમદાવાદમાં 26 મેના રોજ રોડ શો કરશે. અમદાવાદ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાશે. રોડ શો લઈને તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શોમાં 20 જેટલા સ્ટેજ બાંધવામાં આવશે. એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ લેબરી સર્કલ સુધી તિરંગા લગાવવામાં આવ્યા છે.

