Home / Gujarat / Ahmedabad : Preparations for Congress National Convention begin, Pawan Khera reviews

Ahmedabad: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ શરૂ, પવન ખેરાએ કરી સમીક્ષા

Ahmedabad: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ શરૂ, પવન ખેરાએ કરી સમીક્ષા

ગુજરાતમાં અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. જેને લઈને મોટા પાયે તૈયારીઓનો ધમધમટ જોવા મળી રહ્યો છે. આગામી 8 અને 9 એપ્રિલે સાબરમતી તટે અધિવેશનનું આયોજન થવાનું છે જેમાં આઠ એપ્રિલે સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત AICCના 200 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહેવાના છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આગાની 8 અને 9 તારીખનાં રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. તેની સાથે જ CWCની મિટિંગ પણ યોજાવાની છે. ગરમીનો પારો જેમ વધતો જાય છે તેને લઈને પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમની વ્યવસ્થાને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા અધિવેશન સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

જે અંગે મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં પવન ખેરાએ કહ્યું, "હું ખાસ મિસિયાકર્મીઓ માટે આવ્યો છું. તમારા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તેની માટે. ગરમી વધારે છે તે માટે દરેક સેન્ટર ઉપર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પ્રકારની તકલીફ ન થાય. આ તમામ વ્યવસ્થાને લઈને સાંજે મીડિયા અને કોમ્યુનિકેશન વિભાગની એક બેઠક પણ યોજવાના છે. આ અધિવેશનના મોટા પડઘા પડશે અને આવનારા સમયમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે"

Related News

Icon